ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો

ગુજરાતમાં 2024ને વિદાય આપવા અને 2025ના નવા વર્ષને આવકારવા માટે યુવાહૈયાઓમાં અનેરો થનગનાટ મળ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતનાં શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં નવા વર્ષની સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરાયું હતું. અમદાવાદ પોલીસે 31મી ડિસેમ્બરની રાતથી પહેલી જાન્યુઆરી 2025ની રાત સુધી સિંધુભવન-સીજી રોડ પર વાહનોની અવર જવર બંધ કરી હતી.

નવા વર્ષની ઉજવણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસે આશરે 9,000 જવાનો તૈનાત કર્યા હતા. તેમાં પાંચ જેસીપી, 13 ડીસીપી, 24 એસીપી, 115 પોલીસ ઇન્સ્પેક્ટર, 225 પોલીસ સબ ઈન્સ્પેક્ટર, 4500 પોલીસ કોન્સ્ટેબલ, એસઆરપીને બે કંપની અને 3100 હોમ ગાર્ડસના જવાનોનો સમાવેશ થાય છે.

શહેરમાં એન્ટ્રી અને એક્ઝીટના 145 પોઇન્ટ પર નાકાબંધી કરીને વાહન ચેકિંગની વ્યવસ્થા કરાઈ હતી.ગુજરાતમાં 31મી ડિસેમ્બરની રાત્રે નવા વર્ષની ઉજવણીની આડમાં બુટલેગરો બેફામ ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. 31 ડિસેમ્બરની એક દિવસ પહેલાં જ સોમવાર સાંજે વેરાવળના દરિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બોટ ઝડપાઈ હતી બુટલેગરો ફિલ્મી ઢબે દારૂ રાજ્યમાં ઘુસેડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં પોલીસે તેમને ઝડપી લીધા હતા.

ગુજરાત પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને ખાસ ઑફર જાહેર કરી હતી. જેમાં લખ્યું છે કે, ‘ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઑફર, આતિથ્ય અને સરભરા સાથે મફત પિકઅપની વ્યવસ્થા કરાઈ છે. આ ઑફર રેસ ડ્રાઇવર, નશાખોર ડ્રઇવર, સમાજ વિરોધી તત્ત્વો માટે છે.’ આ ઉપરાંત પોલીસે આ ઑફરનો લાભ ન લેવા માટે વિનંતી કરી છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

Comments on “ગુજરાતમાં નવા વર્ષની ઉજવણી પહેલા પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો”

Leave a Reply

Gravatar